૨૨ આખરે ઈશ્વરે રાહેલ પર ધ્યાન આપ્યું. ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળીને તેનું ગર્ભસ્થાન ઉઘાડ્યું.+ ૨૩ તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું: “ઈશ્વરે મારું કલંક દૂર કર્યું છે!”+ ૨૪ તેથી તેણે તેનું નામ યૂસફ પાડ્યું+ અને કહ્યું: “યહોવાએ મને બીજો એક દીકરો આપ્યો છે.”