૧૨ હોરીઓ+ અગાઉ સેઈરમાં રહેતા હતા. પણ એસાવના વંશજોએ તેઓનો સંહાર કર્યો અને તેઓનો વિસ્તાર કબજે કરીને એમાં રહેવા લાગ્યા.+ એવી જ રીતે, ઇઝરાયેલ પણ એ દેશ કબજે કરશે, જે યહોવા તેને આપવાના છે.)
૨૨ ઈશ્વરે એસાવના વંશજો માટે એવું જ કર્યું, જેઓ હમણાં સેઈરમાં રહે છે.+ તેમણે એસાવના વંશજો આગળથી હોરીઓનો નાશ કર્યો,+ જેથી તેઓ હોરીઓનો વિસ્તાર કબજે કરીને ત્યાં રહી શકે. આજે પણ તેઓ ત્યાં જ રહે છે.