-
પુનર્નિયમ ૧૭:૧૪, ૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ “યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપે છે, ત્યાં જઈને તમે એનો કબજો મેળવો અને ત્યાં વસી જાઓ, એ પછી કદાચ તમને થાય, ‘ચાલો, આસપાસ રહેતી બીજી પ્રજાઓની જેમ, આપણે પણ પોતાના પર એક રાજા નીમીએ.’+ ૧૫ એ કિસ્સામાં યહોવા તમારા ઈશ્વર જેને પસંદ કરે, તેને જ તમારો રાજા બનાવો.+ તમે તમારા ભાઈઓમાંથી જ કોઈને રાજા તરીકે પસંદ કરો. તમારો ભાઈ ન હોય એવા પરદેશીને રાજા બનાવવાની તમને મનાઈ છે.
-
-
૧ શમુએલ ૧૦:૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ પરંતુ તમને બધાં સંકટોથી અને આફતોથી બચાવનાર તમારા ઈશ્વરને તમે આજે છોડી દીધા છે.+ તમે મને કહો છો: “ના, અમારે તો રાજા જોઈએ જ!” હવે તમે તમારાં કુળો અને કુટુંબકબીલા પ્રમાણે યહોવા આગળ ઊભા રહો.’”
-
-
૧ કાળવૃત્તાંત ૧:૪૩-૫૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૩ ઇઝરાયેલીઓ* પર રાજાઓ રાજ કરવા લાગ્યા એ પહેલાં અદોમ દેશમાં+ આ રાજાઓ રાજ કરતા હતા:+ બયોરનો દીકરો બેલા; તેના શહેરનું નામ દીનહાબાહ હતું. ૪૪ બેલાના મરણ પછી, ઝેરાહના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું. ઝેરાહ બોસરાહ+ શહેરનો હતો. ૪૫ યોબાબના મરણ પછી, હૂશામે તેની જગ્યાએ રાજ કર્યું, જે તેમાની લોકોના પ્રદેશમાંથી હતો. ૪૬ હૂશામના મરણ પછી, બદાદના દીકરા હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. હદાદે મિદ્યાનીઓને મોઆબના વિસ્તારમાં* હરાવ્યા હતા. તેના શહેરનું નામ અવીથ હતું. ૪૭ હદાદના મરણ પછી, સામ્લાહે તેની જગ્યાએ રાજ કર્યું. તે માસ્રેકાહ વિસ્તારનો હતો. ૪૮ સામ્લાહના મરણ પછી, શાઊલે તેની જગ્યાએ રાજ કર્યું. તે નદી પાસેના રહોબોથનો હતો. ૪૯ શાઊલના મરણ પછી, આખ્બોરના દીકરા બઆલ-હાનાને તેની જગ્યાએ રાજ કર્યું. ૫૦ બઆલ-હાનાનના મરણ પછી, હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. હદાદના* શહેરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું, જે માટરેદની દીકરી હતી. માટરેદ મેઝાહાબની દીકરી હતી.
-