વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૨૫:૩૧-૩૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૧ “તું ચોખ્ખા સોનાની દીવી બનાવ.+ એની બેઠક, એની દાંડી, એની ડાળીઓ, એનાં ફૂલો,* એની કળીઓ અને એની પાંખડીઓ સોનાના એક જ મોટા ટુકડામાંથી હથોડીથી ટીપીને બનાવ.+ ૩૨ દીવીની દાંડીમાંથી છ ડાળીઓ નીકળે. ત્રણ ડાળી એક બાજુ અને ત્રણ બીજી બાજુ. ૩૩ દાંડીની બંને બાજુની દરેક ડાળી પર બદામનાં ફૂલો જેવાં ત્રણ ફૂલો હોય. દરેક ફૂલ પછી એક કળી અને પાંખડીઓ હોય. દીવીની છએ છ ડાળીઓ એકસરખી જ હોય. ૩૪ દીવીની દાંડી પર બદામનાં ફૂલો જેવાં ચાર ફૂલો હોય. દરેક ફૂલ પછી એક કળી અને પાંખડીઓ હોય. ૩૫ દાંડીમાંથી નીકળતી ડાળીઓની પહેલી જોડ નીચે એક કળી હોય. પછી બીજી અને ત્રીજી જોડ નીચે પણ એક એક કળી હોય. આ રીતે, દાંડીમાંથી છએ છ ડાળીઓ નીકળે. ૩૬ કળીઓ, ડાળીઓ અને આખી દીવી સોનાના એક જ ટુકડામાંથી હથોડીથી ટીપીને બનાવ.+ ૩૭ દીવી પર મૂકવા તું સાત દીવા* બનાવ. એને સળગાવવામાં આવશે ત્યારે, સામેની જગ્યાએ પ્રકાશ ફેલાઈ જશે.+ ૩૮ એના ચીપિયા* અને એનાં અગ્‍નિપાત્રો* ચોખ્ખા સોનાનાં હોય.+ ૩૯ દીવી અને એનાં વાસણો એક તાલંત* ચોખ્ખા સોનામાંથી બનાવવામાં આવે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો