૧૨ પછી મૂસાએ હારુન અને તેના બે દીકરાઓ એલઆઝાર અને ઇથામારને કહ્યું: “યહોવા માટે આગમાં ચઢાવવાના અનાજ-અર્પણમાંથી જે બચ્યું છે, એને લો અને એમાંથી બેખમીર રોટલી બનાવીને એને વેદી નજીક ખાઓ,+ કેમ કે એ ખૂબ પવિત્ર છે.+
૯ જે અતિ પવિત્ર અર્પણો આગમાં ચઢાવવામાં આવે છે એમાંથી અમુક હિસ્સો તારો થશે. એ અર્પણો આ છે: લોકો મને ચઢાવે છે એ દરેક અર્પણ તેમજ તેઓનાં અનાજ-અર્પણો,+ પાપ-અર્પણો+ અને દોષ-અર્પણો.+ એ હિસ્સો તારા અને તારા દીકરાઓ માટે ખૂબ પવિત્ર છે.