-
લેવીય ૬:૨૦, ૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ “હારુનનો અભિષેક* થાય એ દિવસે+ તે અને તેના દીકરાઓ એફાહનો દસમો ભાગ*+ મેંદો યહોવાને અનાજ-અર્પણ તરીકે ચઢાવે.+ એનો અડધો ભાગ સવારે અને અડધો ભાગ સાંજે ચઢાવે. જ્યારે પણ હારુનના દીકરાઓમાંથી કોઈનો અભિષેક થાય, ત્યારે એમ કરવું. ૨૧ એ મેંદામાં તેલ નાખીને એને તવા પર શેકવો.+ પછી એના ટુકડા કરવા અને એમાં તેલ રેડીને એ અર્પણ યહોવા આગળ લાવવું, જેથી એની સુવાસથી તે ખુશ થાય.
-