૨૦ તમારી પ્રથમ ઊપજના*+ કકરા દળેલા લોટમાંથી રોટલી* બનાવીને અર્પણ તરીકે ચઢાવો. જેવી રીતે તમે ખળીના* અનાજનું અર્પણ ચઢાવો છો, એવી જ રીતે તમે આ રોટલીનું અર્પણ કરો.
૫ જેવો હુકમ બહાર પડ્યો કે તરત ઇઝરાયેલીઓએ પોતાની ઊપજની પ્રથમ પેદાશમાંથી* આ વસ્તુઓ પુષ્કળ પ્રમાણમાં આપી: અનાજ, નવો દ્રાક્ષદારૂ, તેલ,+ મધ અને જમીનની બધી ઊપજ.+ તેઓ દરેક ચીજવસ્તુઓનો દસમો ભાગ ઉદાર દિલથી લાવ્યા.+