-
લેવીય ૨:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ અનાજ-અર્પણમાંથી જે કંઈ બાકી રહે એ હારુન અને તેના દીકરાઓનું થાય. એ ખૂબ પવિત્ર છે, કેમ કે યહોવા માટે આગમાં ચઢાવેલા અર્પણમાંથી+ એ લેવામાં આવ્યું છે.
-
-
લેવીય ૬:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ “‘હવે અનાજ-અર્પણનો નિયમ આ છે:+ હારુનના દીકરાઓ એને યહોવા આગળ વેદી પાસે લાવે.
-
-
લેવીય ૨૪:૮, ૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ દરેક સાબ્બાથના દિવસે એ રોટલીઓ નિયમિત રીતે યહોવા આગળ મૂકવામાં આવે.+ એ કરાર મેં ઇઝરાયેલીઓ સાથે હંમેશ માટે કર્યો છે. ૯ એ રોટલીઓ હારુન અને તેના દીકરાઓને મળે+ અને તેઓ એને પવિત્ર જગ્યામાં ખાય,+ કેમ કે યહોવા માટે આગમાં ચઢાવવાનાં અર્પણોમાંથી એ ખૂબ પવિત્ર હિસ્સો છે, જે યાજકને મળે છે. એ નિયમ હંમેશ માટે છે.”
-