૧૫ એ વખતે ઇજિપ્તનો રાજા કઠોર થયો હતો અને આપણને ત્યાંથી જવા દીધા ન હતા.+ એટલે યહોવાએ ઇજિપ્ત દેશના દરેક પ્રથમ જન્મેલાને મારી નાખ્યો, પછી ભલે એ મનુષ્ય હોય કે પ્રાણી.+ એ કારણે હું બધાં પ્રાણીઓના પ્રથમ જન્મેલા નરનું યહોવાને બલિદાન ચઢાવું છું અને મારા પ્રથમ જન્મેલા દીકરાને મૂલ્ય આપીને છોડાવું છું.’