૨૯ યાદ રાખજો, યહોવાએ તમને સાબ્બાથનો દિવસ આપ્યો છે.+ એટલે તે છઠ્ઠા દિવસે તમને બે દિવસનો ખોરાક પૂરો પાડે છે. સાતમા દિવસે દરેકે પોતે જ્યાં હોય ત્યાં જ રહેવું, પોતાનો વિસ્તાર છોડીને બહાર ન જવું.”
૧૦ પણ સાતમા દિવસે તમે કંઈ કામ ન કરો. એ દિવસ તમારા ઈશ્વર યહોવાનો સાબ્બાથ છે. તમે કે તમારાં દીકરા-દીકરીઓ કે તમારાં દાસ-દાસીઓ કે તમારાં ઢોરઢાંક કે તમારા વિસ્તારમાં રહેતો પરદેશી કંઈ કામ ન કરે.+