-
૨ કાળવૃત્તાંત ૨:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ હું મારા ઈશ્વર યહોવાના નામ માટે મંદિર બાંધું છું. એ માટે કે એ મંદિર તેમના માટે પવિત્ર કરાય, તેમની આગળ સુગંધી ધૂપ*+ બાળવામાં આવે અને અર્પણની રોટલી*+ કાયમ મૂકવામાં આવે; અમારા ઈશ્વર યહોવા માટે સાબ્બાથ,*+ ચાંદરાત*+ અને તહેવારોના સમયે+ સવાર-સાંજ+ અગ્નિ-અર્પણો ચઢાવવામાં આવે. ઇઝરાયેલીઓએ એ ફરજ કાયમ નિભાવવાની છે.
-
-
નહેમ્યા ૧૦:૩૨, ૩૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૨ અમે વચન આપ્યું કે અમારામાંથી દરેક માણસ દર વર્ષે ચારેક ગ્રામ* ચાંદી આપશે.+ એ દાન આપણા ઈશ્વરના મંદિરમાં થતી સેવા માટે વાપરી શકાશે. ૩૩ એ દાન સાબ્બાથ+ અને ચાંદરાત*+ દરમિયાન અર્પણની રોટલી* માટે,+ નિયમિત ચઢાવવાનાં અનાજ-અર્પણ* માટે+ અને અગ્નિ-અર્પણ* માટે વાપરી શકાશે. વધુમાં, ઠરાવેલા તહેવારો,+ પવિત્ર વસ્તુઓ, ઇઝરાયેલના પ્રાયશ્ચિત્ત* માટે કરવામાં આવતાં પાપ-અર્પણો*+ અને આપણા ઈશ્વરના મંદિરના બીજાં બધાં કામ માટે વાપરી શકાશે.
-