-
લેવીય ૨૨:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ તમે એવું કોઈ પ્રાણી ન ચઢાવો જે ખોડખાંપણવાળું હોય,+ કેમ કે એનાથી તમને ઈશ્વરની મંજૂરી નહિ મળે.
-
-
લેવીય ૨૨:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ તમે એવું કોઈ પણ પ્રાણી ન ચઢાવો જે આંધળું હોય, જેનું હાડકું ભાંગેલું હોય, જેના શરીર પર કોઈ જખમ હોય, જેને મસા હોય અથવા જેને ખરજવું કે દાદર થયું હોય. એવું કોઈ પણ પ્રાણી તમે યહોવા આગળ રજૂ ન કરો અથવા યહોવા માટે વેદી પર એનું અર્પણ ન ચઢાવો.
-
-
પુનર્નિયમ ૧૫:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ પણ જો એ પ્રાણી લંગડું, આંધળું કે બીજી કોઈ મોટી ખોડવાળું હોય, તો તમે તમારા ઈશ્વર યહોવા આગળ એનું બલિદાન ન ચઢાવો.+
-