વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૨૩:૩૧-૩૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૧ “હું તમારી સરહદ લાલ સમુદ્રથી લઈને ભૂમધ્ય સમુદ્ર* સુધી તેમજ વેરાન પ્રદેશથી લઈને યુફ્રેટિસ* નદી સુધી ઠરાવી આપીશ.+ હું ત્યાંના રહેવાસીઓને તમારા હાથમાં સોંપી દઈશ અને તમે તમારી આગળથી તેઓને ભગાડી મૂકશો.+ ૩૨ તમે તેઓ સાથે કે તેઓના દેવો સાથે કોઈ કરાર ન કરો.+ ૩૩ તેઓને તમારા દેશમાં વસવા ન દો, નહિતર તેઓને લીધે તમે મારી વિરુદ્ધ પાપ કરી બેસશો. જો તમે તેઓના દેવોની ભક્તિ કરશો, તો એ તમારા માટે ફાંદો બની જશે.”+

  • પુનર્નિયમ ૭:૩, ૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ તેઓ સાથે કોઈ લગ્‍નવ્યવહાર રાખશો નહિ. તમારી દીકરીઓને તેઓના દીકરાઓ સાથે કે તમારા દીકરાઓને તેઓની દીકરીઓ સાથે પરણાવશો નહિ.+ ૪ એમ કરશો તો, તેઓ તમારા દીકરાઓને તમારા ઈશ્વરથી દૂર કરીને બીજા દેવોને ભજવા ખેંચી જશે.+ પછી યહોવાનો ગુસ્સો તમારા પર ભડકી ઊઠશે અને તે જલદી જ તમારો સંહાર કરી દેશે.+

  • યહોશુઆ ૨૩:૧૨, ૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ “જો તમે ઈશ્વરથી ફરી જશો, બાકી રહી ગયેલી પ્રજાઓ+ સાથે ભળી જશો, તેઓ સાથે લગ્‍નસંબંધ બાંધશો+ અને હળશો-મળશો, ૧૩ તો નક્કી જાણજો કે યહોવા તમારા ઈશ્વર, એ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢશે નહિ.+ યહોવા તમારા ઈશ્વરે આપેલા આ દેશમાંથી તમારો નાશ ન થાય ત્યાં સુધી, તેઓ તમારા માટે ફાંદો અને જાળ બની જશે.+ તેઓ તમને પીઠ પર ચાબુક જેવા અને આંખમાં કણા જેવા થઈ પડશે.

  • ન્યાયાધીશો ૨:૨, ૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ તમારે આ દેશમાં રહેતા લોકો સાથે કોઈ કરાર કરવો નહિ.+ તમારે તેઓની વેદીઓ* તોડી નાખવી.’+ પણ તમે મારું કહેવું માન્યું નથી.+ તમે કેમ એવું કર્યું? ૩ એટલે મેં કહ્યું: ‘હું આ દેશમાં રહેનારાઓને તમારી આગળથી હાંકી કાઢીશ નહિ.+ તેઓ તમને પોતાની જાળમાં ફસાવશે+ અને તેઓના દેવો તમને લલચાવીને ફાંદામાં નાખશે.’”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો