-
લેવીય ૨૫:૩૨-૩૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૨ “‘પણ લેવીઓ પોતાનાં શહેરોમાંનાં+ ઘરો ગમે ત્યારે પાછાં ખરીદી શકે છે. એ હક તેઓ પાસે કાયમ છે. ૩૩ જો કોઈ લેવી* પોતાના શહેરમાંનું પોતાનું ઘર વેચે અને એને પાછું ખરીદી ન શકે, તો છુટકારાના વર્ષમાં તેને એ પાછું મળે.+ કેમ કે ઇઝરાયેલીઓ વચ્ચે લેવીઓનાં શહેરોમાં જેટલાં પણ ઘરો છે, એ લેવીઓનો પોતાનો વારસો છે.+ ૩૪ પણ લેવીઓએ પોતાનાં શહેરોની આસપાસનાં ગૌચરો*+ વેચવાં નહિ, કેમ કે એ તેઓનો કાયમી વારસો છે.
-