૧૧ “પણ જો કોઈ માણસ પોતાના સાથીને ધિક્કારતો હોય+ અને લાગ જોઈને તેના પર જીવલેણ હુમલો કરે અને તે મરી જાય અને ખૂની કોઈ એક શહેરમાં નાસી જાય, ૧૨ તો તેના શહેરના વડીલો તેને ત્યાંથી પાછો બોલાવે અને લોહીનો બદલો લેનાર માણસના હાથમાં તેને સોંપી દે અને તે ખૂની માર્યો જાય.+
૫ જો લોહીનો બદલો લેનાર તેની પાછળ પડ્યો હોય, તો વડીલોએ ખૂનીને તેના હાથમાં સોંપવો નહિ. તેનાથી અકસ્માતે* કોઈનું ખૂન થયું છે, તે કંઈ તેને અગાઉ ધિક્કારતો ન હતો.+
૯ ઇઝરાયેલીઓ અને તેઓ મધ્યે રહેતા પરદેશીઓ માટે એ શહેરો પસંદ કરવામાં આવ્યાં. જો કોઈ અજાણતાં કોઈને મારી નાખે, તો તે એમાં નાસી જઈ શકે.+ ન્યાયાધીશો આગળ તેનો ન્યાય થતા પહેલાં, લોહીનો બદલો લેનારના હાથે તે માર્યો ન જાય.+