૧૧ “પણ જો કોઈ માણસ પોતાના સાથીને ધિક્કારતો હોય+ અને લાગ જોઈને તેના પર જીવલેણ હુમલો કરે અને તે મરી જાય અને ખૂની કોઈ એક શહેરમાં નાસી જાય, ૧૨ તો તેના શહેરના વડીલો તેને ત્યાંથી પાછો બોલાવે અને લોહીનો બદલો લેનાર માણસના હાથમાં તેને સોંપી દે અને તે ખૂની માર્યો જાય.+