-
પુનર્નિયમ ૧૯:૪, ૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ “હવે જો કોઈ માણસ નફરતને લીધે નહિ, પણ અજાણતાં કોઈને મારી નાખે, તો તે માણસ એ શહેરમાં નાસી જાય અને પોતાનો જીવ બચાવે.+ ૫ જેમ કે, એક માણસ પોતાના સાથી જોડે જંગલમાં લાકડાં ભેગાં કરવા જાય છે. તે ઝાડ કાપવા પોતાની કુહાડી ઉપાડે છે. કુહાડી હાથામાંથી છટકીને તેના સાથીને વાગે છે અને તે મરી જાય છે. એ કિસ્સામાં, ખૂની પોતાનો જીવ બચાવવા એ શહેરોમાંથી કોઈ એકમાં નાસી જાય.+
-