-
૨ શમુએલ ૬:૬, ૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ પણ તેઓ નાખોનની ખળી* પાસે પહોંચ્યા ત્યારે, ગાડું ખેંચતા બળદોએ* ઠોકર ખાધી. સાચા ઈશ્વરનો કરારકોશ પડવાની તૈયારીમાં હતો, એટલે ઉઝ્ઝાહે પોતાનો હાથ લંબાવીને એ પકડી લીધો.+ ૭ એ જોઈને યહોવાનો ગુસ્સો ઉઝ્ઝાહ પર સળગી ઊઠ્યો. ઉઝ્ઝાહે સાચા ઈશ્વરનો નિયમ તોડ્યો હોવાથી+ તેમણે તેને મારી નાખ્યો.+ તે સાચા ઈશ્વરના કરારકોશ આગળ માર્યો ગયો.
-