૪૫ રક્તપિત્તનો રોગ થયો હોય એવો માણસ ફાટેલાં કપડાં પહેરે, પોતાના વાળ વેરવિખેર રાખે, હોઠ સુધી પોતાનું મોં ઢાંકે અને મોટેથી બૂમો પાડે, ‘હું અશુદ્ધ છું, હું અશુદ્ધ છું!’ ૪૬ જેટલો સમય તેને રોગ રહે, એટલો સમય તે અશુદ્ધ છે. અશુદ્ધ હોવાને લીધે તેણે બીજાઓથી અલગ રહેવું. તેનું રહેઠાણ છાવણી બહાર થાય.+