-
પુનર્નિયમ ૨૩:૩, ૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ “કોઈ આમ્મોની કે મોઆબી યહોવાના મંડળનો ભાગ ન બને.+ તેઓની દસમી પેઢી સુધી તેઓનો કોઈ પણ વંશજ યહોવાના મંડળનો ભાગ ન બને, ૪ કેમ કે તમે ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યારે, રસ્તામાં તેઓ ખોરાક-પાણી લઈને તમારી મદદે આવ્યા ન હતા.+ તેઓએ તમને શ્રાપ આપવા બયોરના દીકરા બલામને પૈસા આપીને રોક્યો હતો, જેને મેસોપોટેમિયાના પથોરથી બોલાવવામાં આવ્યો હતો.+
-