૧૧ ‘એ દિવસે હું દાઉદનો પડી ગયેલો મંડપ ફરી ઊભો કરીશ,+
હું તિરાડો પૂરીશ,
હું એનાં ખંડેર ફરી બાંધીશ,
હું એને ફરી સ્થાપીશ અને એ અગાઉના સમય જેવો થઈ જશે.+
૧૨ અદોમમાં જે બચી ગયું છે એને તેઓ કબજે કરશે,+
જે પ્રજાઓ મારા નામે ઓળખાય છે તેઓને પણ કબજે કરશે,’ એવું યહોવા કહે છે, જે આ બધું કરે છે.