૧૨ “જ્યારે તું વસ્તી-ગણતરી કરે અને ઇઝરાયેલના પુરુષોની સંખ્યા ગણે,+ ત્યારે દરેક પુરુષ પોતાના જીવન માટે યહોવાને કિંમત* ચૂકવે. આમ તેઓની નોંધણી વખતે તેઓ પર આફત નહિ આવે.
૨૬ જેઓની નોંધણી થઈ હતી એ બધા પુરુષોએ પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ* પ્રમાણે અડધો શેકેલ ચાંદી આપી હતી. ૨૦ વર્ષ કે એથી વધારે ઉંમરના જે પુરુષોની નોંધણી થઈ હતી+ તેઓની સંખ્યા ૬,૦૩,૫૫૦ હતી.+