૩૮ જે પુરુષોએ પાપ કરીને પોતાનો જીવ ગુમાવ્યો હતો,* તેઓનાં અગ્નિપાત્રોમાંથી ધાતુનાં પતરાં બનાવ અને એનાથી વેદીને મઢ.+ તેઓએ એ અગ્નિપાત્રો યહોવા આગળ રજૂ કર્યાં હતાં, એટલે એ પવિત્ર છે. એ ઇઝરાયેલીઓ માટે નિશાની થશે.”+
૧૦ આપણે કચકચ કરનારા ન બનીએ, જેમ તેઓમાંથી અમુકે કચકચ કરી+ અને દૂત* દ્વારા માર્યા ગયા.+૧૧ તેઓ સાથે બનેલા એ બનાવો દાખલારૂપ છે. એ બનાવો લખી લેવામાં આવ્યા, જેથી આપણને, એટલે કે જેઓ દુનિયાના* અંતના સમયમાં જીવી રહ્યા છે, તેઓને ચેતવણી મળે.+