૧૫ જે રીતે તેં તેઓના પિતાનો અભિષેક કર્યો, એ જ રીતે તેઓનો પણ અભિષેક કર.+ આમ તેઓ યાજકો તરીકે મારી સેવા કરી શકશે. એ અભિષેકથી જાહેર થશે કે યાજકપદ પેઢી દર પેઢી તેઓનું જ રહેશે.”+
૭ વેદીને લગતી અને પડદાની અંદરની વસ્તુઓને લગતી યાજકપદની સેવા માટે તું અને તારા દીકરાઓ જવાબદાર છો.+ એ સેવા તમારે કરવી.+ મેં તમને યાજકપદ ભેટ તરીકે આપ્યું છે. જો યાજક ન હોય એવો કોઈ પણ માણસ* નજીક આવે, તો તેને મારી નાખો.”+