૫ દમસ્કમાં રહેતા સિરિયાના લોકો સોબાહના રાજા હદાદએઝેરને મદદ કરવા દોડી આવ્યા. દાઉદે સિરિયાના ૨૨,૦૦૦ માણસોને મારી નાખ્યા.+ ૬ પછી દાઉદે દમસ્કના સિરિયામાં ચોકીઓ ગોઠવી. સિરિયાના માણસો દાઉદના ગુલામ બન્યા અને તેને વેરો ભરવા લાગ્યા. દાઉદ જ્યાં પણ જતો, યહોવા તેને જીત અપાવતા.+