૬ રમાલ્યાના દીકરા પેકાહે+ યહૂદામાં એક જ દિવસે ૧,૨૦,૦૦૦ બહાદુર માણસોને મોતને ઘાટ ઉતાર્યા. યહૂદાના લોકોએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાનો ત્યાગ કર્યો હતો.+
૭હવે યહૂદામાં આહાઝ+ રાજાનું શાસન ચાલતું હતું. તે યોથામનો દીકરો અને ઉઝ્ઝિયાનો પૌત્ર હતો. એ સમયે સિરિયાનો રાજા રસીન અને ઇઝરાયેલનો રાજા પેકાહ+ યરૂશાલેમ સામે લડાઈ કરવા આવ્યા. પણ તેઓ* એને જીતી શક્યા નહિ.+ પેકાહ રમાલ્યાનો દીકરો હતો.