૭ એટલે તેઓએ આ શહેરો અલગ* કર્યાં: નફતાલીના પહાડી વિસ્તારમાં આવેલા ગાલીલનું કેદેશ,+ એફ્રાઈમના પહાડી વિસ્તારનું શખેમ,+ યહૂદાના પહાડી વિસ્તારનું કિર્યાથ-આર્બા,+ એટલે કે હેબ્રોન.
૯ ઇઝરાયેલીઓ અને તેઓ મધ્યે રહેતા પરદેશીઓ માટે એ શહેરો પસંદ કરવામાં આવ્યાં. જો કોઈ અજાણતાં કોઈને મારી નાખે, તો તે એમાં નાસી જઈ શકે.+ ન્યાયાધીશો આગળ તેનો ન્યાય થતા પહેલાં, લોહીનો બદલો લેનારના હાથે તે માર્યો ન જાય.+