-
૨ રાજાઓ ૧૬:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ સિરિયાનો રાજા રસીન અને ઇઝરાયેલનો રાજા પેકાહ યરૂશાલેમ સામે લડાઈ કરવા આવ્યા.+ તેઓએ યરૂશાલેમને ઘેરી લીધું, પણ એને જીતી શક્યા નહિ. પેકાહ રમાલ્યાનો દીકરો હતો.
-
-
યશાયા ૭:૧, ૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ હવે યહૂદામાં આહાઝ+ રાજાનું શાસન ચાલતું હતું. તે યોથામનો દીકરો અને ઉઝ્ઝિયાનો પૌત્ર હતો. એ સમયે સિરિયાનો રાજા રસીન અને ઇઝરાયેલનો રાજા પેકાહ+ યરૂશાલેમ સામે લડાઈ કરવા આવ્યા. પણ તેઓ* એને જીતી શક્યા નહિ.+ પેકાહ રમાલ્યાનો દીકરો હતો. ૨ દાઉદના વંશજોને ખબર આપવામાં આવી કે “સિરિયાએ એફ્રાઈમના સૈન્ય સાથે હાથ મિલાવ્યો છે.”
એટલે આહાઝ અને તેના લોકોનાં દિલ કાંપવાં લાગ્યાં. વાવાઝોડામાં જંગલનાં વૃક્ષો કાંપે તેમ તેઓનાં દિલ કાંપવાં લાગ્યાં.
-