૨૭ નીચાણ પ્રદેશમાં બેથ-હારામ, બેથ-નિમ્રાહ,+ સુક્કોથ+ અને સાફોન, હેશ્બોનના+ રાજા સીહોનનું બાકીનું રાજ્ય, જેની હદ યર્દનની પૂર્વ બાજુએ છેક કિન્નેરેથ સમુદ્રના+ નીચલા ભાગ સુધી હતી. ૨૮ ગાદીઓને તેઓનાં કુટુંબો પ્રમાણે એ વિસ્તાર, એનાં શહેરો અને ગામડાઓ વારસામાં મળ્યાં હતાં.