૧યહૂદા અને યરૂશાલેમ વિશે આમોઝના દીકરા યશાયાએ+ દર્શન જોયું. યહૂદાના રાજાઓ+ ઉઝ્ઝિયા,+ યોથામ,+ આહાઝ+ અને હિઝકિયાના+ શાસન દરમિયાન તેણે જોયેલું દર્શન આ હતું:
૧મોરેશેથના વતની મીખાહને*+ યહોવાનો* સંદેશો મળ્યો. તેને એ સંદેશો યહૂદાના રાજા+ યોથામ,+ આહાઝ+ અને હિઝકિયાના+ દિવસોમાં મળ્યો. મીખાહને સમરૂન અને યરૂશાલેમ વિશે આ દર્શન મળ્યું: