૩૮ તેણે તાંબાના દસ કુંડ બનાવ્યા,+ દરેકમાં ૪૦ બાથ માપ પાણી ભરી શકાતું હતું. દરેક કુંડનું માપ ચાર હાથ હતું. દસેદસ લારી માટે એક એક કુંડ હતો. ૩૯ તેણે પાંચ લારી મંદિરની જમણી તરફ અને બીજી પાંચ લારી મંદિરની ડાબી તરફ મૂકી. તેણે હોજને મંદિરની જમણી તરફ, દક્ષિણ-પૂર્વ દિશામાં મૂક્યો.+