૭ તેઓએ આ માણસોની પણ કતલ કરી: પાર્શાન્દાથા, દાલ્ફોન, આસ્પાથા, ૮ પોરાથા, અદાલ્યા, અરીદાથા, ૯ પાર્માશ્તા, અરીસાય, અરીદાય અને વાઈઝાથા. ૧૦ એ દસ માણસો હામાનના દીકરાઓ હતા. હામ્મદાથાનો દીકરો હામાન યહૂદીઓનો દુશ્મન હતો.+ એ દસ માણસોને મારી નાખ્યા પછી યહૂદીઓએ તેઓની એકેય વસ્તુ લૂંટી નહિ.+