૪ પછી રાજાએ પૂછ્યું: “આંગણામાં કોણ છે?” હવે રાજાના મહેલના* બહારના આંગણામાં+ હામાન આવ્યો હતો. તેણે જે થાંભલો ઊભો કરાવ્યો હતો એના પર મોર્દખાયને લટકાવવા તે રાજા સાથે વાત કરવા માંગતો હતો.+
૯ રાજાના દરબારમાં હાર્બોના+ નામે એક પ્રધાન હતો. તેણે કહ્યું: “જે મોર્દખાયની ખબરને લીધે રાજાનો જીવ બચ્યો હતો,+ તેના માટે હામાને ૫૦ હાથ* ઊંચો એક થાંભલો ઊભો કર્યો છે.+ એ થાંભલો હામાનના ઘરની નજીક છે.” રાજાએ કહ્યું: “એ જ થાંભલા પર હામાનને લટકાવી દો.”