૪૨ પછી રાજાએ પોતાના હાથ પરથી વીંટી કાઢીને યૂસફને પહેરાવી. તેને બારીક શણનાં કીમતી કપડાં પહેરાવ્યાં અને તેના ગળામાં સોનાનો હાર પહેરાવ્યો. ૪૩ રાજાએ પોતાના બીજા રાજવી રથ પર યૂસફને સવારી કરાવી. યૂસફનો જયજયકાર કરતા લોકો કહેતા, “અવરેખ!” આમ રાજાએ યૂસફને આખા ઇજિપ્ત પર અધિકારી ઠરાવ્યો.