૫ હવે શુશાન+ કિલ્લામાં મોર્દખાય+ નામે એક યહૂદી માણસ હતો. તે યાઈરનો દીકરો હતો; યાઈર શિમઈનો દીકરો હતો અને શિમઈ કીશનો દીકરો હતો, જે બિન્યામીન કુળનો+ હતો. ૬ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદાના રાજા યખોન્યા+ સાથે અમુક લોકોને યરૂશાલેમથી ગુલામ બનાવીને લાવ્યો હતો. તેઓમાં તે પણ હતો.