૧૩ મૂર્ખ લોકો એ જ માર્ગે જાય છે,+
તેઓની પાછળ ચાલનારાના અને તેઓની ડંફાસથી ખુશ થનારાના પણ એવા જ હાલ થાય છે. (સેલાહ)
૧૪ ઘેટાંને કતલ કરવા લઈ જવાય છે તેમ, તેઓને કબરમાં લઈ જવાશે,
મરણ તેઓને ત્યાં દોરી જશે.
સવાર થશે ત્યારે નેક લોકો તેઓ પર રાજ કરશે.+
તેઓનું નામનિશાન રહેશે નહિ.+
મહેલને બદલે કબર+ તેઓનું ઘર થશે.+