૧૨ ભલે પાપી માણસ સેંકડો વાર ખોટું કામ કરે અને લાંબું જીવે, છતાં હું જાણું છું કે, ઈશ્વરનો ડર રાખનાર માણસનું ભલું થશે, કેમ કે તે ઈશ્વરનો ડર રાખીને ચાલે છે.+ ૧૩ પણ દુષ્ટ માણસનું ભલું થશે નહિ.+ તેના દિવસો પડછાયાની જેમ પસાર થઈ જશે, તે એને વધારી શકશે નહિ.+ કેમ કે તે ઈશ્વરનો ડર રાખીને ચાલતો નથી.