૬ પછી ઇબ્રામે એ દેશમાં છેક શખેમ+ સુધી મુસાફરી કરી, જે મોરેહનાં મોટાં મોટાં વૃક્ષો+ નજીક હતું. એ સમયે ત્યાં કનાનીઓ રહેતા હતા. ૭ યહોવાએ ઇબ્રામ આગળ પ્રગટ થઈને કહ્યું: “હું આ દેશ તારા વંશજને+ આપીશ.”+ એટલે જે જગ્યાએ ઇબ્રામ આગળ યહોવા પ્રગટ થયા હતા, ત્યાં તેણે એક વેદી બાંધી.