૧૦ કોટવાળા શહેર પાસે મને કોણ લઈ જશે?
અદોમ સુધી મને કોણ દોરી જશે?+
૧૧ હે ઈશ્વર, તું અમને જીત અપાવીશ,
પણ હમણાં તો તેં અમને ત્યજી દીધા છે.
હે અમારા ઈશ્વર, તું અમારાં સૈન્યો સાથે પણ આવતો નથી.+
૧૨ અમને મુશ્કેલીઓમાં સહાય કર,+
મનુષ્યો ઉદ્ધાર કરે એવી આશા ઠગારી છે.+
૧૩ ઈશ્વર અમને શક્તિ આપશે,+
તે અમારા દુશ્મનોને કચડી નાખશે.+