૩૪ “એ સમયના અંતે,+ મેં નબૂખાદનેસ્સારે આકાશો તરફ જોયું. મારી સમજશક્તિ પાછી આવી. મેં સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરી, જે હંમેશાં જીવે છે. મેં તેમનો જયજયકાર કર્યો અને તેમને મહિમા આપ્યો. કેમ કે તેમનું રાજ કાયમનું રાજ છે અને તેમનું રાજ્ય પેઢી દર પેઢી ટકી રહે છે.+