૨ જો કોઈ પુરુષ યહોવા આગળ માનતા લે+ અથવા સમ ખાઈને+ કોઈ વસ્તુનો ત્યાગ કરવાની* માનતા લે, તો તેણે પોતાના શબ્દોથી ફરી જવું નહિ.+ તેણે પોતાની માનતા પૂરી કરવી.+
૩૫ યિફતાની નજર પોતાની દીકરી પર પડી ત્યારે, તે દુઃખી દુઃખી થઈ ગયો. તેણે પોતાનાં કપડાં ફાડ્યાં* અને કહ્યું: “અરેરે, મારી દીકરી! તેં તો મારું હૈયું વીંધી નાખ્યું. હું મારા કાળજાના ટુકડાને કઈ રીતે દૂર કરીશ? પણ યહોવાને આપેલું વચન હું કઈ રીતે તોડી શકું?”+