-
પુનર્નિયમ ૪:૩૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૪ તમે નજરોનજર જોયું છે કે તમારા ઈશ્વર યહોવાએ તમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવીને પોતાની પ્રજા બનાવવા શું નથી કર્યું! તેમણે ઇજિપ્તને આકરામાં આકરી સજા કરી,* ત્યાં નિશાનીઓ અને ચમત્કારો+ બતાવ્યાં, યુદ્ધ+ કર્યું, ભયાનક કામો કર્યાં+ અને પોતાનો શક્તિશાળી+ અને બળવાન હાથ લંબાવીને તમને બહાર કાઢી લાવ્યા. શું ઈશ્વરે ક્યારેય બીજી કોઈ પ્રજા માટે એવું કર્યું છે?
-
-
ગીતશાસ્ત્ર ૧૦૫:૨૭-૩૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ તેઓએ ઇજિપ્તના લોકોને ચમત્કારો બતાવ્યા
અને હામના દેશમાં ચમત્કારો કર્યા.+
૨૮ તેમણે અંધારું મોકલ્યું અને દેશ પર અંધકાર છવાઈ ગયો.+
તેઓએ* તેમની વાતનો વિરોધ કર્યો નહિ.
૨૯ તેમણે દેશનું પાણી લોહીમાં ફેરવી નાખ્યું
અને તેઓની માછલીઓ મારી નાખી.+
૩૦ તેઓના દેશમાં દેડકાં જ દેડકાં દેખાવાં લાગ્યાં.+
અરે, મહેલના ઓરડાઓમાં પણ એ ઘૂસી ગયાં.
૩૨ તેમણે તેઓના વરસાદને કરામાં ફેરવી નાખ્યો.
તેઓના દેશમાં વીજળી મોકલી.+
૩૩ તેમણે તેઓનાં દ્રાક્ષાવેલાઓ અને અંજીરીઓ તોડી પાડ્યાં.
તેઓના વિસ્તારનાં વૃક્ષો ઉજ્જડ કરી નાખ્યાં.
૩૪ તેમના કહેવાથી તીડો ઊતરી આવ્યાં
અને તીડોનાં અગણિત બચ્ચાં ધસી આવ્યાં.+
૩૫ તેઓ દેશની લીલોતરી સફાચટ કરી ગયાં,
ધરતીની ઊપજ હજમ કરી ગયાં.
-