-
નિર્ગમન ૨૦:૨-૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ “હું યહોવા તમારો ઈશ્વર છું. હું તમને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યો છું.+ ૩ મારા સિવાય તમારો બીજો કોઈ ઈશ્વર હોવો ન જોઈએ.+
૪ “તમે પોતાના માટે કોતરેલી મૂર્તિ ન બનાવો. ઉપર આકાશમાંની, નીચે પૃથ્વી પરની અને પાણીમાંની કોઈ પણ વસ્તુ કે એના આકારની પ્રતિમા ન બનાવો.+ ૫ તમે તેઓ સામે નમશો નહિ કે તેઓથી આકર્ષાઈને તેઓની ભક્તિ કરશો નહિ.+ હું તમારો ઈશ્વર યહોવા ચાહું છું કે ફક્ત મારી જ ભક્તિ કરવામાં આવે.*+ જેઓ મને નફરત કરે છે, તેઓનાં પાપની સજા હું તેઓના દીકરાઓ પર અને તેઓની ત્રીજી ચોથી પેઢી પર લાવું છું.
-