-
નિર્ગમન ૧:૮-૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ સમય જતાં, ઇજિપ્તમાં નવો રાજા ઊભો થયો. તે યૂસફને ઓળખતો ન હતો. ૯ રાજાએ પોતાના લોકોને કહ્યું: “જુઓ! ઇઝરાયેલીઓની સંખ્યા ઘણી વધી ગઈ છે. તેઓ આપણા કરતાં વધારે બળવાન થયા છે.+ ૧૦ ચાલો, તેઓ સાથે ચાલાકીથી વર્તીએ, નહિતર તેઓની સંખ્યા વધતી જશે. જો ભાવિમાં યુદ્ધ ફાટી નીકળશે, તો તેઓ આપણા દુશ્મનો સાથે હાથ મિલાવશે અને આપણી સામે લડશે અને દેશ છોડીને જતા રહેશે.”
-
-
એસ્તેર ૩:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ પણ એકલા મોર્દખાયને મારી નાખવો* હામાનને મામૂલી કામ લાગ્યું, કેમ કે તેઓએ તેને મોર્દખાયના લોકો વિશે પણ જણાવ્યું હતું. હામાન અહાશ્વેરોશના આખા સામ્રાજ્યમાંથી મોર્દખાયના બધા લોકોનું, એટલે કે સર્વ યહૂદીઓનું નામનિશાન મિટાવી દેવાની તક શોધવા લાગ્યો.
-