૫ તમને દીકરાઓ ગણીને અપાયેલી શિખામણ તમે તદ્દન ભૂલી ગયા છો: “મારા દીકરા, યહોવા તરફથી મળતી શિસ્તને તુચ્છ ન ગણતો અને તે તને સુધારે ત્યારે નિરાશ ન થતો. ૬ કેમ કે યહોવા જેને પ્રેમ કરે છે, તેને શિસ્ત આપે છે. હકીકતમાં, જેને તે દીકરા તરીકે સ્વીકારે છે, એ દરેકને તે સજા કરે છે.”+