-
૧ પિતર ૨:૪-૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ માણસોએ જીવંત પથ્થરને નાપસંદ કર્યો,+ પણ ઈશ્વરે એને પસંદ કર્યો અને મૂલ્યવાન ગણ્યો.+ તમે એ પથ્થર પાસે આવો છો ત્યારે, ૫ તમે પણ જીવંત પથ્થરોની જેમ પવિત્ર શક્તિથી એક ઘર તરીકે ચણાતા જાઓ છો.+ એવું એટલે કરવામાં આવે છે, જેથી તમે પવિત્ર યાજકોનું* જૂથ બનો અને ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સ્વીકારે+ એવાં બલિદાનો ચઢાવી શકો.+ ૬ કેમ કે શાસ્ત્રમાં લખેલું છે: “જુઓ! હું સિયોનમાં પસંદ કરેલો એક પથ્થર મૂકું છું. એ પથ્થર ખૂણાનો મૂલ્યવાન પથ્થર* છે અને એના પર ભરોસો રાખનાર કદી નિરાશ નહિ થાય.”*+
૭ તેથી તમારા માટે તે મૂલ્યવાન છે, કેમ કે તમે તેમનામાં ભરોસો મૂકો છો. પણ જેઓ ભરોસો નથી મૂકતા તેઓ વિશે શાસ્ત્ર જણાવે છે: “બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો,+ એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે.”+
-