-
યશાયા ૪૧:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ કારીગર સોનીને હિંમત આપે છે.+
હથોડીથી ધાતુને લીસી બનાવનાર,
એરણ પર હથોડો મારનારની હોંશ વધારે છે.
તે કહે છે કે સાંધો મજબૂત થયો છે.
પછી મૂર્તિને ખીલા મારીને બેસાડવામાં આવી, જેથી એ પડી ન જાય.
-
-
યશાયા ૪૬:૬, ૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ એવા લોકો પણ છે, જેઓ પોતાની થેલીમાંથી સોનું ઠાલવે છે.
તેઓ ત્રાજવામાં ચાંદી તોળે છે.
તેઓ સોનીને બોલાવે છે અને તે એમાંથી દેવની મૂર્તિ બનાવે છે.+
પછી તેઓ એને પગે લાગે છે અને એની પૂજા કરે છે.+
૭ તેઓ એને પોતાના ખભા પર ઊંચકી જાય છે.+
તેઓ એને ઊંચકીને એની જગ્યાએ મૂકે છે અને એ ત્યાં ને ત્યાં જ ઊભી રહે છે.
એ પોતાની જગ્યાએથી ખસતી નથી.+
તેઓ એને પોકારે છે પણ એ કોઈ જવાબ આપતી નથી.
એ કોઈને મુસીબતમાંથી બચાવી શકતી નથી.+
-