૨૦ ઈશ્વરે જે રીતે દુનિયાને રચી છે, એનો વિચાર કરવાથી આપણે તેમના અદૃશ્ય ગુણો સમજી શકીએ છીએ. તેમણે બનાવેલી વસ્તુઓ પરથી જોઈ શકાય છે કે તે કેવા ઈશ્વર છે.+ એ સાબિતી આપે છે કે તેમની શક્તિનો કોઈ પાર નથી+ અને તે જ ઈશ્વર છે.+ હવે તેઓ પાસે ઈશ્વરમાં ન માનવાનું કોઈ બહાનું નથી.