-
૧ રાજાઓ ૨૧:૨૦, ૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ આહાબે એલિયાને કહ્યું: “મારા દુશ્મન, તેં મને શોધી કાઢ્યો ખરો!”+ એલિયાએ જવાબ આપ્યો: “હા, મેં તને શોધી કાઢ્યો. ‘યહોવાની નજરમાં જે ખરાબ છે એ જ કરવાનું તેં નક્કી કર્યું છે.+ ૨૧ એટલે હું તારા પર આફત લાવીશ. હું તારા વંશજોનો સફાયો કરી નાખીશ અને આહાબના ઘરના દરેક પુરુષને* મારી નાખીશ.+ અરે, ઇઝરાયેલના લાચાર અને કમજોર માણસોના પણ હું એવા જ હાલ કરીશ.+
-
-
૨ રાજાઓ ૧૦:૧૦, ૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ એક વાત નક્કી છે કે યહોવાએ આહાબના કુટુંબ વિરુદ્ધ કહેલા બધા જ શબ્દો સાચા પડશે. યહોવાનો એકેય શબ્દ પૂરો થયા વગર રહેશે નહિ.+ યહોવાએ પોતાના ભક્ત એલિયા દ્વારા જે કહ્યું હતું એવું જ કર્યું છે.”+ ૧૧ યેહૂએ યિઝ્રએલમાં આહાબના ઘરના બાકી રહેલા બધાને મારી નાખ્યા. તેણે આહાબના બધા મુખ્ય માણસો, તેનાં સગાં-સંબંધીઓ અને તેના યાજકોને* મોતને ઘાટ ઉતાર્યા.+ તેઓમાંથી કોઈ બચ્યું નહિ.+
-