૨૨ આખરે ઈશ્વરે રાહેલ પર ધ્યાન આપ્યું. ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળીને તેનું ગર્ભસ્થાન ઉઘાડ્યું.+૨૩ તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું: “ઈશ્વરે મારું કલંક દૂર કર્યું છે!”+
૨૪ અમુક દિવસો પછી તેની પત્ની એલિસાબેત ગર્ભવતી થઈ. તે પાંચ મહિના સુધી ઘરની બહાર નીકળી નહિ. તેણે કહ્યું: ૨૫ “યહોવા* મારી સાથે દયાથી વર્ત્યા છે. તેમણે પોતાનું ધ્યાન મારી તરફ ફેરવ્યું છે, જેથી લોકોમાં મારું અપમાન ન થાય.”+